મંગળવારે રાજકોટમાં અષાઢી બીજે ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા નીકળશે તેમજ આ રથયાત્રામાં રાજકોટ શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી ખુબજ મોટા પ્રમાણમાં આમ જનતા આવનાર હોવાથી રુટ ઉપર થી રથયાત્રા પસાર થાય તેના એક કલાક પહેલાના સમય દરમ્યાન તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને “નો-પાર્કિંગ” જાહેર કરવાની જરૂરીયાત જણાઇ છે. જેથી રૂટના તમામ રોડ ઉપર રથયાત્રા સાથે જોડાયેલ અને સરકારી વાહનો સિવાય ના તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ અંગે જાહેરનામુ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રસિધ કર્યું હતું