અરવલ્લી જિલ્લાના પૂર્વ SP અને વર્તમાન ધારાસભ્યના ઘરે ચોરીનો બનાવ બનવા પામ્યો છે ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના નિવાસસ્થાને તસ્કરો ત્રાટકયા હતા મેઘરજના વાંકાટીંબા ગામની ઘટના આવી છે ગતરાત્રીએ બે તસ્કરોએ ધારાસભ્યના ધર્મપત્નીને બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો હતો ધારાસભ્ય ગાંધીનગર વિધાનસભા ખાતે ઉપસ્થિત હતા ત્યારે તસ્કરોએ એકલતાનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જિલ્લા પોલીસવડા સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ધારાસભ્યના ઘરેથી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોય પોલીસે બે શકમંદોની અટકાયત કરી હતી બંને શકમંદોની આકરી પૂછપરછ ચાલી રહી છે
ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી