આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે જે પૈકીના અંતિમ કાર્યક્રમ એવા મેરી માટી મેરા દેશ અંતર્ગત દેશભરના ગામડાંઓ અને શહેરોમાંથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી ધારાસભ્ય પી.સી. બરંડાએ મેરી માટી મેરા દેશ અંતર્ગત પોતાના ગામની માટીને એક ઘડામાં એકત્રિત કરી હતી આ એકત્રિત કરેલી માટીને દિલ્હી ખાતે આકાર પામનાર શાંતિવન ખાતે મોકલવામાં આવશે દિલ્હી ખાતે બનનાર શાંતિવન દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અને દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને ઉજાગર કરશે. આ કાર્યક્રમમાં ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડા, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી