સમગ્ર ગોહિલવાડમાં વિદાય લઈ રહેલ ઉનાળાએ અંતિમ દિવસોમાં રૌદ્રરૂપ ધારણ કરી લોકો ને ઉનાળાનો અસ્સલ મિજાજ બતાવ્યો છે ત્યારે આ અગનઝાળમા શેકાતા લોકો ના હૈયે હાશકારો થાય એવાં સમાચાર હવામાન વિભાગે આપ્યાં હતાં અને ફરી એકવાર માવઠાનો માહોલ સર્જાયો છે શહેરના વિવિધ એરીયાઓમા પડેલા હળવા ભારે ઝાપટાં ને પગલે રોડપર પાણી વહેતા થયા હતા આ ઝાપટાં ને પગલે બળબળતી લૂ ની આંધી ચોક્કસ શાંત થઈ છે પરંતુ અસહ્ય બફારાએ લોકો ની હાલત ખરાબ કરી છે ત્યારે આગામી દિવસોમાં આવા માવઠામા પણ ધોધમાર વરસાદ પડે એવી લોકો કામનાઓ કરી રહ્યાં છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર