ભાવનગરમાં આજે વહેલી સવારે સિદસર સ્થિત સ્પોર્ટ્સ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. સાંસદ ડો. ભારતીબહેન શિયાળે તેમના સંબોધનમા જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વિકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, કલેક્ટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, પોલીસ અધીક્ષક ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે. પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વી.સી. એમ.કે.ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર