ભાવનગર શહેર ની સર.ટી.હોસ્પિટલમાં મોડી રાત્રે એક દર્દી હાથમાં બ્લેડના ઘા મારેલી હાલતે સર.ટી.હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યું હતું બાદ ત્યાંના રેસીડેન્ટ ડોક્ટરે દર્દીને પ્રાથમિક સારવાર આપી, કોઇ સ્પેશ્યાલીટી ડોક્ટર પાસે તપાસ કરવાનું કહ્યા બાદ કોઇ ડોક્ટર ત્યાં ન આવતા દર્દીના સગાઓએ એક રેસીડેન્ટ ડોક્ટરને મારમારી ઓપરેશન થીયેટરમાં દર્દીની સારવાર માટે લઇ જતા હોબાળો મચી જવા પામ્યો હતો. જેમાં સર.ટી.ના તમામ રેસીડેન્ટ ડોક્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને તેમને સંપૂર્ણ ન્યાય ન મળે અને છેલ્લા એક વર્ષથી તેમની સાથે અસભ્ય વર્તન થતું હોવાનું જણાવી ન્યાયની માંગણી કર્યા હોવાનું ડો. નરેનસિંગ રાઠૌરે જણાવ્યું હતું
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર