તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતે “લાભાર્થી સંમેલન” યોજવામાં આવ્યું હતું, આ સંમેલનમાં રાજ્ય અને કેન્દ્રની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ મોતીબાગ ટાઉનહોલ ખાતે ઉમટી પડ્યા હતા. અને પોતપોતાની લાગણી વ્યક્ત કરી હતી. કેટલાયે લાભાર્થી પ્રશંશકોએ મોદી સાહેબ વિશે વક્તવ્ય અને કવિતાઓ રજૂ કર્યા હતાં, જેમાં હરેશભાઇ સોલંકી નામના લાભાર્થીની પુત્રી કુ. નિધિ સોલંકીએ મોદી સાહેબને કાવ્યાત્મક શૈલીમાં જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. તો મોદી સાહેબના એક પ્રશંશક લાભાર્થીએ વડાપ્રધાન ની તસ્વીર ચિત્રિત કરીને શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણને આપી હતી. શહેરના નવનિયુક્ત મેયર ભરતભાઇએ છેવાડાના માનવીઓને મળતા લાભો વિશે જણાવ્યું હતું. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોયને ફોન પર શુભકામનાઓ આપી હતી, જ્યારે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને નરેન્દ્રભાઈને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી, જ્યારે શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, જેમકે ઘર ઘર સુધી શૌચાલય, ઉજવલા યોજના, આયુષ્યમાન ભારત, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, કિસાન સન્માન નિધિ જેવી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે અગાઉ કિસાનોને પડતી મુશ્કેલીઓ અને કિસાન સન્માન નિધિ વિશે માહિતી આપી હતી, વધુમાં સરકારની આગામી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી, અને અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ભાડાના ઘરમાં રહેનાર માનવી શહેરના મેયર બની શકે એ પંડિત દીનદયાળજીના ‘એકાત્મ માનવ દર્શન’ વિચારધારાનું પ્રતિબિંબ છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર