બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, શહેરના કુંભારવાડા માઢીયા રોડ પર શેરી નંબર.10 ના નાકા પાસે નાળા ઉપર જાહેર જગ્યામાં કેટલાક શખ્સો તિનપત્તિનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે સ્થળ પર રેડ કરી 7 ઈસમો અનિલ પ્રતાપભાઈ ગોહેલ, કિશોરભાઈ ઉર્ફે સન્ની શામજીભાઈ બારૈયા, ભુપતભાઈ ઉર્ફે સગો ગેલાભાઈ ચૌહાણ, નરેશ સાદુળભાઈ ચૌહાણ , અરવિંદભાઈ સોમાભાઈ ચુડાસમા, કિશોર કાનાભાઈ વેગડ તથા દિનેશ મૂળજીભાઈ રાઠોડને ઝડપી લઈ જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 4600 કબજે કરી તમામ શખ્સો સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી જુગાર રમતા સાત બાજીગરોને ઝડપી લેતી બોરતળાવ પોલીસ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -