ભાવનગર એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વનરાજભાઇ ખુમાણ પોલીસ હેડ કોન્સ્ટેબલ, એલ.સી.બી.ને જુગાર રમાતો હોવાની મળેલ બાતમી આધારે ભાવનગર, રાણીકા, જુના કુંભારવાડા, મકવાણા પાનનો ઢાળથી ડાબી બાજુ મેલડીમાં તથા હનુમાનજીના મંદિર પાસે જુગાર અંગે રેઇડ કરતાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમતાં 18 માણસોની રોકડ રૂ.૧,૫૩,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પડતાં તમામની ધરપકડ કરી તેમની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો હતો. .
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર