ભાવનગરની ભરતનગર પોલીસ મથકની ટીમ શહેરના સીદસર રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાહન ચેકિંગમાં એક બાઈક ચાલક શંકાસ્પદ જણાતા, તેને ઉભો રાખી બાઈક અંગે પૂછપરછ કરતા યોગ્ય જવાબ નહીં આપતાં પોલીસ દ્વારા અશ્વિન નામના શખ્સને ઝડપી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા આ બાઈક શહેરના રિંગ રોડ પર આવેલા હોટલ સ્કાયવે પાસેથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી જણાવ્યું હતું. જે અંગે ભરતનગર પોલીસે અશ્વિન નામના અગિયારી ગામના શખ્સને ચોરાઉ બાઈક ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર