ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં રહેતા અને તાજેતરમાં જ વકીલ તરીકે સનદ મેળવનાર વકીલ હરેશ ચાવડા ગારીયાધાર થી દરરોજ ભાવનગર એસટી બસમાં અપડાઉન કરે છે અને ભાવનગર શહેરમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે દરમ્યાન ગારીયાધાર ડેપોની બસ નં-જી-જે-18-ઝેડ-7798 નંબરની બસ ગારીયાધાર માં નિર્ધારિત સ્થળોએ સ્ટોપ ન લેતી હોય જે અંગે વકીલ હરેશે ડેપો મેનેજર ને રજૂઆત કરી હતી આ રજૂઆત થી ગીન્નાયેલા બસ ડ્રાઈવર કાનભા નામના શખ્સે ભાવનગર એસટી બસ સ્ટેન્ડ માં વકીલ સાથે જીભાજોડી કરી બિભત્સ ગાળો આપતા વકીલે ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ડ્રાઈવરે હરેશને લાફા ઝીંકી દઈ મોબાઈલ આંચકી લીધો હતો આ અંગે વકીલે એ-ડીવીઝન પોલીસ મથકે પહોંચી ભાવનગર વકીલ મંડળને જાણ કરતાં વકીલો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ભારે રોષ વ્યકત કર્યો હતો તથા વકીલ સાથે ગેરવર્તન કરનાર ડ્રાઈવર ને સસ્પેન્ડ કરવા સાથે કાયદાકીય પગલાં લેવા માંગ કરી હતી અને જો ડ્રાઈવર ને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી આ અંગે વકીલે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર