ભાવનગર જિલ્લાના નવનિયુકત પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ સાહેબની સુચના મુજબ આજરોજ જે.આર.ભાચકન પોલીસ ઇન્સપેકટર,ભાવનગર તથા હથિયારી પોલીસ હેડ કોન્સ.થી એ.એસ.આઇ.ના તરીકે પ્રમોશન મેળવનાર પોલીસ કર્મચારીઓની પીનીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ. આ ભાવનગર જિલ્લા પોલીસના ઇતિહાસની પહેલી ઘટના છે, જેમાં પોલીસ કર્મચારીઓને પ્રમોશન મળવા બદલ પીનીંગ સેરેમનીનું પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સપેકટર તથા પીએસઆઈ તથા પોલીસ કર્મચારીઓ હાજર રહયા હતાં. આ કાર્યક્રમ બદલ ભાવનગર જિલ્લા પોલીસ પરિવારમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર