23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગરમાં સત્તાધીશોને સદ્દબુદ્ધિ પ્રાપ્ત થાય એ અર્થે શહેર કોંગ્રેસે રોડ પર યજ્ઞ કર્યો


ભાવનગર મહાનગરના આંગણે રાજ્યના અન્ય મહાનગરોની માફક શહેરીજનો માટે તથા શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકનુ ભારણ ઘટાડવા પ્રથમ ફ્લાઈઓવર બ્રિજ નિર્માણનું કાર્ય છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી તદ્દન મંદ ગતિએ ચાલી રહ્યું છે જેને પગલે આ ભાવિ સુવિધા વર્તમાન સમયે નગરજનો માટે ભારે કષ્ટદાયક સાબિત થઈ રહી છે દરરોજ હજારો વાહન ચાલકો રાહદારીઓ પારાવાર હાલાકી વેઠવા સાથે ટ્રાફિકજામ ની સમસ્યાઓનો લાંબા સમયથી સામનો કરી રહ્યાં છે બ્રિજ નિર્માણ કરતી કોન્ટ્રાક્ટ કંપનીને બે વાર સમય અવધિ વધારી આપી મુદતમાં વધારો કર્યો છતાં હજુ પણ મંથરા ગતિએ ચાલતા નિર્માણ કાર્યને લઈને શાસક પક્ષના નેતા ઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મળી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં હોવાના આક્ષેપ સાથે આ મુદ્દે સત્તાધીશો ને ઈશ્વર સદ્દબુધ્ધિ આપે એવી નેમ સાથે શહેર કોંગ્રેસે નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું ગઢેચીવડલા સર્કલ ખાતે એકઠા થયેલા કોંગી કાર્યકરો-હોદ્દેદારો એ રોડપર યજ્ઞ કરી આહૂતિ આપી હતી દરમ્યાન આ અનોખા વિરોધ પ્રદર્શન ને ડામી દેવા પોલીસે એન્ટ્રી કરી હતી અને યજ્ઞ કરી રહેલ કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી એ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યાં હતાં.

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -