ભાવનગરના ભરતનગર વિસ્તારમાં યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં અદાલતે બે આરોપીને સાત વર્ષની કેદની સજા અને સાત હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આ અંગે કેસની વિગતો અનુસાર ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ લાલાબાપા ચોકમાં ગત તા.૧૨/૬/૨૦૧૪ ના રોજ બહાદુરભાઈ નંદબાદુરભાઈની ઇંડાની લારીએ નાસ્તો કરવા જતાં હાર્દિકભાઇ ઉર્ફે ભોલુ બળવંતભાઇ સોલંકી અને વિક્રમ માણસુરભાઇ બલિયા એ પહેલાં જમવાનું બનાવી આપવાનું કહી બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ હાર્દિકે ભરતભાઈ જીણાભાઈને પકડી રાખી આરોપી વિક્રમે છરીના આડેધડ ઘા ઝીંકી દઇને ગંભીર ઇજા કરી હતી.આ બનાવ અંગે રમેશભાઇ ઉર્ફે ખાનભાઈએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.આ અંગેનો કેસ ભાવનગરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એલ એસ પીરજાદાની કોર્ટમાં ચાલી જતા મુખ્ય સરકારી વકીલ મનોજભાઇ જોશીની દલીલો, આધાર-પુરાવા ધ્યાને લઇને કોર્ટે બન્ને આરોપીને કસૂરવાર ગણી બન્નેને ૭ વર્ષની કેદની સજા અને સાત હજારની દંડ ફટકાર્યો હતો.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર