ભાવનગર શહેરની મધ્યમાં આવેલા તખ્તેશ્વર મંદિર નજીક આવેલા માધવ હિલ કોમ્પ્લેક્સનાં બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિતની દુકાનો દબાઈ ગઇ છે. બેઝમેન્ટની દુકાનોમાં વ્યક્તિઓ દબાયા હોવાની આશંકાના આધારે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.
બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી અનેક દુકાનો દટાઇ ગઇ છે. જેમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકાને લઇને 108, ફાયરવિભાગ અને પોલીસ કમિશનર કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે. તંત્ર દ્વારા અત્યારે 4થી વધુ જેસીબીથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે. અમે સતત અપડેટ્સ કરી રહ્યા છીએ…
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર