ભાવનગર મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર બનવા કેટલાક નગરસેવકો તલપાપડ છે. આજે મંગળવારે મહાપાલિકાના મેયર ભરતભાઈ બારડ અને ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરૂમિખાની અને દંડક તરીકે ઉષાબેન બધેકાની મહાપાલિકાની અસાધારણ સભામાં પદાધિકારીઓના સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યા હતા તદુપરાંત અને સ્ટેન્ડીંગ કમિટિના ૧૨ સભ્યની વરણી કરવામાં આવી હતી.ભાવનગર મહાપાલિકાની ચૂંટણી અઢી વર્ષ પૂર્વે યોજાય હતી. મનપાના ૧૩વોર્ડની પર બેઠકમાંથી ભાજપ ૪૪ બેઠક જીત્યુ હતુ, જયારે કોંગ્રેસ માત્ર ૮ બેઠક જીત્યુ હતું. ત્યારબાદ મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી અને ભાજપના સભ્યો ચૂંટણી જીત્યા હતાં.મેયર ભરતભાઈ બારડ અને ડેપ્યુટી મેયર મોનાબેન પારેખની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયા ,શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરૂમિખાની અને દંડક તરીકે ઉષાબેન બધેકાની સહિત અલગ અલગ ૧૨ કમિટીના સભ્યની વરણી કરવામાં આવી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર