ભાવનગરના આંગણે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાય છે આ રથયાત્રા સમગ્ર દેશમાં ત્રીજા નંબરની રથયાત્રા ગણાય છે તેમજ આઅ રથયાત્રાનું આયોજન છેલ્લા 37 વર્ષથી સ્વર્ગસ્થ ભીખાભાઇ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી કરવામાં આવે છે. જેથી મહિનાઓ પૂર્વેથી આ રથયાત્રાની તૈયારીઓ આરંભી દેવામાં આવે છે. તેમજ તે અંગે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આ 38 મી રથયાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમઆ તેઓએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 17 કિલોમીટર ના એરીયામા આ રથયાત્રા યોજાશે એ સાથે રાજવી પરીવાર રથયાત્રા પૂર્વે ની પરંપરાગત વિધિમાં સહભાગી બની આદી પરંપરા ને પ્રધાન્યતા આપશે. તેમજ આ રથયાત્રામાં શહેરના વિવિધ જૂથના શ્રેષ્ઠીઓ રાજકીય અગ્રણીઓ ઉદ્યોગકારો અધિકારી તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાશે આ સાથે સાધુ-સંતો અને મહંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ રથયાત્રા નું યુટ્યુબ પર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે તેમજ અભેદ્ય સુરક્ષા વચ્ચે યોજાનાર રથયાત્રા ને લઈને સુરક્ષા જવાનો હાલમાં ઉચ્ચ અધિકારીઓ ની રાહબરી હેઠળ ફ્લેગમાર્ચ કોમ્બિંગ દ્વારા સુરક્ષા-વ્યવસ્થા ના પાસાઓ ચકાસી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર