ભાવનગર પોલીસ મથક હેઠળ અલકા પોલીસ ચોકી ખાતે સાર્વજનિક પાણીનું પરબ ખુલ્લું મુકાયું હતું. શહેરના જાણીતા ઉદ્યોગપતિ મુન્નાભાઈ વરતેજી દ્વારા લોકોને પીવાના પાણી અંગે ઠંડા પાણીનું કુલર અલકા પોલીસ ચોકી ખાતે સાર્વજનિક રીતે મૂકવામાં આવ્યું હતું. આ સાર્વજનિક પાણીના પરબમાં લોકો ઠંડુ પાણી પી શકે તેવા સેવાકીય હેતુ થી આ ઠંડા પાણીનું પરબ મુકાયું હતું. આ પરબને નીલમબાગ પોલીસ મથકના પીઆઇ પરમાર સાહેબ તેમજ અન્ય અધિકારીઓ અને મુન્નાભાઈ વરતેજી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર