ભાવનગરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં કુલ ૧૮૩૫ બોટલ રકત એકત્રિત કરાયું હતું અને રકતદાન કરનાર રકતદાતાઓને સન્માનિત પણ કરાયા હતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગરમાં સદગુરુવર્ય નારાયણપ્રિયદાસજીની પૂણ્ય સ્મૃતિ નિમિત્તે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રકતદાતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રક્તદાન કર્યું હતું,
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર