સી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળતા જૂનાબંદરરોડ સ્થિત લાકડીયા પુલ પરથી એક કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો શહેરમાં લાવવામાં આવી રહ્યો છે જે હકીકત આધારે ટીમ વોચમા હોય એ દરમ્યાન બાતમીદારોએ આપેલ વર્ણન વાળી કારનં- જી-જે-01-એચ આર-6420 પસાર થતાં આ કારને અટકાવી કારમાં સવાર બંને શખ્સોને બહાર બોલાવી કારની તલાશી સાથે બંને શખ્સોને નામ-સરનામાં ની પુછપરછ હાથ ધરી હતી જેમાં અટક કરાયેલ શખ્સોએ પોતાના નામ અજય ઉર્ફે શેનીલ શંકર પરમાર ઉ.વ.23 રે.આડોડીયાવાસ સોનલમાના મંદિર સામે તથા રોનીસ ઉર્ફે જીંગો નિતેશ પરમાર ઉ.વ.20 રે.તિલકનગરમા પથ્થર દાદાના મંદિર પાછળ હોવાનું જણાવ્યું હતું જેમાં કારમાં અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતિય શરાબની બોટલ મળી આવતા આ દારૂ અંગે પાસ-પરમિટ રજૂ ન કરી શકતા પોલીસે બંને બુટલેગરો વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી ઈંગ્લીશ દારૂ કાર 3 મોબાઈલ મળી કુલ રૂ.2,0,6,440/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને લોકઅપ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર