ભાવનગર જિલ્લા નાં પાલીતાણા માં હાલ આગામી જગન્નાથજીની રથયાત્રાને લઈને પાલીતાણા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય ના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેના કારણે પાલીતાણા Dysp પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માલપરા ગામે પાસેથી એક કાર પરસાર થતા કાર શંકાસ્પદ જણાતા પાલીતાણા Dysp દ્ધારા ગાડીની તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસ કરતા ગાડીમાં આગળના ભાગે X . Dysp લખેલી નંબર પ્લેટ લગાવેલી હતી તેમની કારની તલાશી લેતા કાર માંથી નકલી રમકડાંની પિસ્તોલ અને જીવતા કારટીસ નંગ 6 તેમજ પોલીસની કેપ મળી આવી હતી ત્યારે વઘુ તપાસ કરતા આ શખ્સ પાલીતાણા તાલુકાના દુધાળા ગામની જાણવા મળ્યું હતું અને તેમનું નામ ભુપત મોહનભાઈ ઝાલાવાડીયા હોવાની માહિતી સામે આવી છે ત્યારે નકલી પોલીસની ઓળખાણ આપતાં પાલીતાણા Dysp મિહિર બારીયા દ્વારા જડપી પાડવામાં આવ્યો હતો અને ગુન્હો નોંધી ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર