ભાવનગર મહાનગર પાલિકાના દબાણ હટાવો સેલ ની દબાણ હટાવો ઝુંબેશ આજે યથાવત રહેતા ભાવનગર શહેરના કુંભારવાડા રોડ પર અડચણ કરતા દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો રસ્તાને અડચણ કરતા ફેન્સીંગ દિવાલ અને નાનકડી એવી માતાજીની દેવી પણ દૂર કરવામાં આવી હતી ભાવનગર મહાનગર પાલિકા નો દબાણ હટાવો સેલ આજે સવારના સમયે બુલડોઝર સાથે કુંભારવાડા વિસ્તારમાં ત્રાટક્યો હતો અને કુંભારવાડા રોડને અડચણરૂપ થતા કાચા પાકા દબાણો તોડી પાડી રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા કુંભારવાડા રોડને અડચણ કરતી 3 જેટલી તાર ફેન્સીંગ બે પાકી દિવાલો અને રોડને અડચણ કરતી માતાજીની દેરી મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે બુલડોઝર થકી તોડી પાડી હતી અને કુંભારવાડા રોડને અડચણ કરતા દબાણો હટાવી રોડ રસ્તા ખુલ્લા કરી દીધા હતા કુંભારવાડા રોડ પર પાક ા દબાણો ખડકી દેવામાં આવ્યા હતા આ દબાણો દબાણ હટાવો સેલે તોડી પાડી દૂર કર્યા હતા. રોડ ઉપર પાકી દિવાલો ચડી લેવામાં આવી હતી તેને પણ દૂર કરી દેવામાં આવી હતી તદ ઉપરાંત તાર ફેન્સીંગો બનાવી દેવામાં આવી હોય તાર ફેન્સીંગો પણ દબાણ હટાવો સેલે હટાવી દીધી હતી
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર