ભાવનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ કમોસમી વરસાદ જાણે અષાઢી સ્વરૂપ ધારણ કરે છે તો એકાદ દિવસ વરાપ જેવો માહોલ ઉભો કરે છે સવારથી શરૂ થયેલ અગન વર્ષા ઢળતી સાંજ સુધી અકબંધ રહી હતી દરમ્યાન સાંજે વાતાવરણ મા નાટ્યાત્મક ઢબે પલ્ટો આવ્યો હતો શહેરમાં પ્રચંડ કડાકા સાથે આંખો આંજી દેતી વિજળી વચ્ચે ગગનભેદી કડાકાઓએ બહુમાળી ઈમારતોને પણ ધ્રુજાવી હતી ઝંઝાવાતી પવનો સાથે મૂશળધાર વરસાદ શરૂ થતાં ગણતરી ની મીનીટોમા રોડપર પાણી વહેતા કર્યાં હતાં આભમાં થતાં કડાકાઓને પગલે લોકો ભયભીત બન્યાં હતા અને ચક્રવાત જેવા પવનો વચ્ચે વરસાદથી બચવા રોડ પર રાહદારીઓ વાહન ચાલકો પણ થંભી ગયા હતા અને જયાં પણ સુરક્ષિત સ્થાન મળ્યું ત્યાં અટકી જવામાં જ શાણપણ માન્યું હતું જયારે બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસ કમોસમી માવઠા સાથે આંધી-ચક્રવાતની આગાહી કરી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર