ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિને લઈ કોર્પોરેટરની પોસ્ટનો મામલો સામે આવ્યો છે. કોર્પોરેટરના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. પોસ્ટ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ભાજપના કોર્પોરેટરને શરમ આવવી જોઈએ. દેશના હિતમા કોઈ રાજકારણ ન હોવું જોઈએ, ભાજપના જે કોર્પોરેટરે ટિપ્પણી કરી પોસ્ટ મૂકી તેના વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવા જોઈએ, વોર્ડ નં. 10 ના ભાજપના કોર્પોરેટર દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.240 સીટમાં આટલું જ યુધ્ધ જોવા મળે, આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે..તેવી પોસ્ટ કરવામાં આવી છે.