ભારત દેશમાં SC, ST, બહુજન સમાજ પર વર્ષોથી અત્યાચારો થઈ રહ્યા છે અને દિવસે ને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. આટલા આટલા બનાવો બનવા છતાં સરકાર ગુનેગારો પર કોઈપણ પ્રકારના પગલાં ભરી નથી રહી. આ જોતાં એવું લાગી રહ્યું છે કે સરકાર ગુનેગારને છાવરી રહી છે અને ગુનેગાર સરકારના ઈશારે કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. એટલા માટે સ્વયમ્ સૈનિક દળ (SSD)દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફ્લેગ માર્ચ, આવેદન અને એક દિવસના ધરણાનું આયોજન બુધવારના રોજ કરવામાં આવ્યું છે.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ