ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચરના અધ્યક્ષસ્થાને શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રગાન બાદ અધિક કલેકટરના હસ્તે ધ્વજારોહણ કરી, રાષ્ટ્રધ્વજને આન, બાન અને શાન સાથે સલામી અપાઈ હતી. બીજી તરફ ફુલછાબ ચોકમાં સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા સાથે મળીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે હિંદુ અને મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું કે, આજનો દિવસ શહિદોના નમનનો દિવસ છે. અને તિરંગો હંમેશા ભાઇચારાનો સંદેશ આપે છે.