રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી પીવાના પાણીને લઈ ધોરાજી માણાવદર તાલુકાના ગામો માટે રાહતના સમાચાર આવ્યા છે ધોરાજી અને માણાવદર તાલુકાના 67 ગામોને પીવાના પાણીની સમસ્યા
નહી સર્જાય કારણકે ભાદર 2 ડેમ હજુ 44 ટકા ભરેલો છે એટલે કે ભાદર 2 ડેમમાં 760 MCFT પાણી ઉપલબ્ધ છે ઑગસ્ટ 2023 સુધી ભાદર 2 ડેમનું પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો છે