ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને યાત્રિકો આવ્યા હતા. તેમજ નજીક આવી રહેલી નવરાત્રી પર્વ પહેલા મંદિરમાં તૈયારીના ભાગરૂપે આગામી તા. ૯ ઓક્ટોબરના રોજ પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. જેથી દર્શનાર્થે આવતા યાત્રિકો માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પ્રક્ષાલન વિધિ સવારે ૮થી સાંજે ૫ કલાક સુધી રહેશે અને માતાજીનું આરતી-પૂજન નિત્ય ક્રમ મુજબ જ રાખવામાં આવશે
રિપોર્ટર :- જય જાની