ભાડલામાં ઉછીના આપેલા પૈસા પરત માંગવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારી થઈ હતી. આ ઘટનામાં પાનની દુકાનના ધંધાર્થી વિનુ સરવૈયા, તેમના ભત્રીજા સૂરજ અને સામા પક્ષના કાળુ મોરડીયા ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૈસાની ઉઘરાણીને કારણે બંને પક્ષે મારામારી થઈ હતી અને હાલમાં ભાડલા પોલીસ બંને પક્ષની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે.