ભરૂચના જુના નેશનલ હાઇવે પર નવસર્જન મોટર્સના ટુ વહીલર શો રૂમમાં રાતના સુમારે ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ ચડતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 5 ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બેઝમેન્ટમાં લાગેલી આગ બુઝવવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભરૂચ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તરફથી મળતી માહિતી અનુસાર રાતે પાલિકાના ફાયર સ્ટેશનમાં નવસર્જન મોટર્સના પાછળના ભાગમાં આગ અને ધુમાડા નજરે પડી રહ્યા હોવાનો કોલ મળ્યો હતો. બેઝમેન્ટ બંધ હોવાના કારણે આગ બુઝાવવા સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 5 ફાયર ટેન્ડરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.