દ્વારકાધીશ જગત મંદિરમાં તેમજ જગત મંદિર પરિસરમાં આવેલ ૨૦ મંદીરો પર લાઇટિંગ ડેકોરેશનથી શુંશોભિત કરાયા છે ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકોરના જન્મદિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે ભગવાન દ્વારકાધીશ જગત મંદિરને સોળે કળાએ ખીલી ઊઠે તેમ રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવી રહ્યું છે ભગવાન દ્વારકાધીશના જન્મ ઉત્સવને લઈને તંત્ર દ્વારા તળાવમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરના દરેક પરિસરના ખૂણે ખૂણામાથી યાત્રિકો પસાર થઈને ભગવાનના જન્મોત્સવના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા તેમજ મંદિર અંદર પરિસરમાં લાઈટોને સુશોભન કરવામાં આવી રહી છે..દ્વારકાની ઐતિહાસિક અને પ્રાચીન પૌરાણિક ભવ્ય નગરીનુ જગત મંદિર શિખર અને તેના પરિસરમાં આવેલ 20 જેટલા મંદિરો સ્વર્ગ દ્વાર મોક્ષ દ્વાર 56 સીડી સહીતના વિસ્તારોનેં ભવ્યતિભવ્ય લાઇટિંગ ડેકોરેશન સાથેનું સુશોભન કરવામાં આવી રહ્યું છે. તા.૭/૯/૨૦૨૩ નારોજ ભગવાન દ્વારકાધીશ નો ૫૨૫૦ જન્મ ઉત્સવ ના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ આવવાના હોય ત્યારે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી રહી છે.
અનિલ લાલ