હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બોલીવુડના ખ્યાતનામ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પરિવાર સાથે યાત્રાધામ દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ નિદર્શન કરી ધન્યતા અનુભવી હતી ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવ્યા બાદ દ્વારકાથી 16 કિલોમીટર આવેલ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ ના પણ દર્શન કર્યા હતા ગણેશ આચાર્ય તેમજ તેમના પરિવાર સાથે નાગેશ્વર મહાદેવ પર દૂધ જલનો અભિષેક તેમજ પૂજા અર્ચના પૂજારી દ્વારા કરાવી હતી.યાત્રાધામ દ્વારકામાં રઘુવંશી પ્રીમિયર લીગ આર.પી.એલ. ૨૦૨૩ ચાલતી ટુર્નામેન્ટમાં ગણેશ આચાર્ય પરિવાર સાથે પહોંચ્યા હતા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં પહોંચી તેમના જન્મદિવસની કેક કાપી સેલિબ્રિટી ની ઉજવણી કરી હતી આ ટુર્નામેન્ટમાં દરેક રઘુવંશી યુવા ક્રિકેટ વચ્ચે તેમણે પણ ક્રિકેટ રમી આયોજક તેમજ ક્રિકેટ ટીમના દિલ જીતી લીધા હતા. ગણેશ આચાર્યને રધુવંશી ક્રિકેટ આયોજકો દ્વારા ભગવાન દ્વારકાધીશ ની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા.
બોલીવુડના ખ્યાત નામ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ તેમના પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -