બોટાદ તાલુકાના કારિયાણી ગામે ખેતીની જમીન પુષ્કળ પાણીથી ભરાયેલ છે આ ખેતીની જમીનમાં આડો પાળો નાખતા પાણીનો નિકાલ થવો બંધ થયેલ છે અને જેના કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ખેડૂતની જમીનમાં ધોવાણ થયેલ છે તેમજ આખી જમીન તળાવ જેમ ભરાયેલ છે જેના કારણે ગામના ખેડૂતને ખૂબ જ નુકસાન થવા પામેલ છે આ બાબતે ખેડૂત દ્વારા મામલતદારને તેમજ કલેકટરને આ પાણીનો નિકાલ કરવા બાબતે અવારનવાર લેખિત રજૂઆત કરેલ છે તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે જેથી કારિયાણી ગામના ખેડૂતની માંગ છે કે આ આડો કરેલ પાળો તોડી અને વરસાદી પાણીનો નિકાલ સરકાર દ્વારા કરાવવામાં આવે અને સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે
હવે જોવું રહ્યું કે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ખેડૂત ની માંગ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ