બોટાદ શહેરમાં ઠેક ઠેકાણે રખડતા ઢોરનો ત્રાસ હાલમાં વધવા પામેલ છે જેમ કે જ્યોતિગ્રામ સર્કલ, ગઢડા રોડ, પાળીયાદ રોડ,શાકમાર્કેટ,સ્ટેશન રોડ, વગેરે વિસ્તારોમાં જાહેર રોડ પર જ્યાં ત્યાં રખડતા પશુઓનો ત્રાસ વધી જવા પામેલ છે અને રોડ ઉપર અડીંગો જમાવી બેઠેલા હોય છે રોડ પર ખુલ્લામાં અવરજવર કરતા હોય છે. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને ચાલીને જતા માણસોને તેમજ શાકભાજી લેવા ગયેલી મહિલાઓને પણ આ ઢોરના ત્રાસથી ખૂબ જ પરેશાની અને મુશ્કેલી પડે છે. તેમજ આ રખડતા ઢોર ક્યારે કોઈને ઘાયલ કરી નુકસાન કરી શકે છે. તેમજ જાહેર રસ્તેથી પસાર થતા વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાય તેમ છે. અને લોકોના જીવનુ જોખમ પણ ઊભુ થાય તેમ છે. જેથી બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રખડતા પશુઓના ત્રાસને લીધે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
લાલજી સોલંકી