કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા કિંગ ઓફ સાળંગપુર ની નીચે હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ભીતચિત્રોમાં ચિતરાતા હનુમાન ભક્તોમાં ભારે રોષ ભભૂકતા બોટાદમાં હોબાળો મચ્યો હતો. તેમજ નારાજ ભક્તોએ તાકીદે આ ભીતચિત્રો દૂર કરવા માંગ કરી હતી. આ સાથે હનુમાનજી મહારાજ રામ ભક્ત હતા અને શીવનો અવતાર જેથી તેને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ભીતચિત્ર માં દર્શાવતા ભક્તો લાલઘૂમ થતાં અને સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ થી ભક્તોની નારાજગી ને પગલે મંદિર પ્રશાસન દ્વારા ભીતચિત્રો કપડા થી ઢાંકી દેવામાં આવ્યા હતા આ સાથે અનેક ભક્તો આગામી 1 નવેમ્બર ના રોજ સાળંગપુર મંદિર જઇ સ્વામી સાથે આ મામલે વાતચીત કરવા જશે તેવી પોસ્ટ પણ સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી.