બિપરજોય વાવાઝોડાની ગુજરાતના દરિયા કિનારાનાં વિસ્તારોમાં અસર થવાની સંભાવના કરવામાં આવી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવમાં આવી છે જે અંતર્ગત જિલ્લા કક્ષાએ એક અને તાલુકા કક્ષાએ 10 કંટ્રોલરૂમ 24 કલાક રાઉન્ડ ધ કલોક ચાલુ કરવામાં આવેલ છે. તેમજ Pgvcl દ્વારા 22 જેટલી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની પણ વીજ પુરવઠો કાર્યરત રહે તે માટે તૈનાત કરવાની કામગિરી હાથ ધરવામાં આવેલ છે જ્યારે જૂનાગઢ અને કેશોદ ફાયર બ્રિગેડની ટીમો પણ તૈયાર રાખવામાં આવેલ છે અને જરૂરિયાત મુજબ પોલીસની વિવિધ ટીમો તૈનાત રાખવા સૂચના આપવામાં આવેલ છે. આ સાથે મોટા ભાગની બોટો દરિયા માંથી પરત બોલાવી લેવામાં આવી છે. તેમજ એન. ડી. આર. એફ. ની ટીમ પણ પોરબંદર અને ગિર સોમનાથ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે તમામ પ્રકારની તૈયારીઓ કરી મહાનગપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં લાગેલા મોટાં હોડીંગ્સ ઉતારવા માટેની સુચનાઓ આપવામાં આવી છે આ સાથે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈનનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
વિનોદ મકવાણા,જૂનાગઢ