બિપર જોય વાવાઝોડાની આફત ગુજરાત ઉપર ઝળુંબી રહી છે ત્યારે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યુવા અગ્રણી અને ભાજપના આગેવાન શિવાભાઈ સોલંકીએ કોડીનારના છારા બંદરે આવેલા પૌરાણિક ગંગનાથ મહાદેવના દર્શન કરી,દરિયાદેવની પૂજા અર્ચન કરી દરિયાદેવને શાંત થવા પ્રાર્થના કરી હતી.સાથે સમુદ્ર શાંત થાય અને ગુજરાત અને દેશ પરથી વાવાઝોડાની આફત ટળે તેવી પ્રાર્થના કરી હતી
રિપોર્ટ ભરતસિંહ જાદવ ગિર સોમનાથ