આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા શહેર ખાતે શહેર ભાજપ દ્વારા તીરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ તીરંગા યાત્રા એપીએમસી માર્કેટથી નીકળી હતી અને મુખ્ય બજારમાં ફરી હતી દેશ ભક્તિ ગીત સાથે ત્રિરંગા યાત્રા કાઢી હતી આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપભાઈ ડોડીયા ,મયુરભાઈ ડાભી, જિલ્લા સંગઠન મંત્રી ભરતભાઈ મેર ,જિલ્લા પંચાયત સદસ્ય ઇશ્વરભાઇ મકવાણા, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ રણધીરસિંહ પઢેરીયા, તાલુકા સંગઠન પ્રમુખ ચેતનસિંહ ગોહિલ, બાવળા તાલુકા ભાજપના મહામંત્રી ગોપાલભાઈ રાઠોડ જિલ્લા મીડિયા સેલના દીપકભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ આરસી પટેલ,મહામંત્રી ચિરાગભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ ઉમંગભાઈ પટેલ ,ચિન્ટુભાઈ ઠાકોર,આઈ ટી સેલના નરેશભાઈ ડાભી, શિવમ દવે તથા મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર