બાબરા શ્રી કમળશી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વૃક્ષો વાવો,પર્યાવરણ બચાવો’ના મંત્ર સાથે રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પાનશેરીયાએ રોપા વિતરણ
માટેના રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું શિક્ષણમંત્રીશ્રી પાનશેરીયા તેમજ બાબરા લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું મંત્રીએ અમરેલી સામાજિક વનીકરણ વિભાગની કામગીરીને બિરદાવી હતી અને હાઈસ્કૂલની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તેમજ વન વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
લાભાર્થીઓને નિર્ધૂમ ચુલા, સહિતની સહાયોના ચેક વિતરણ કરવામાં આવ્યું હતું
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )