અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે ઉપર મીઠાપુર પાટિયા પાસે થયેલા ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીના. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 108ના કર્મચારીઓ બગોદરા CHCથી માત્ર 30 મિનિટમાં જ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યારે દર્દીઓ પોતાની સારવાર ઝડપથી થાય એવી 108ના કર્મચારીને વિનંતી કરી રહ્યા હતા. કર્મચારી દ્વારા તેમને આશ્વાસન આપીને ઝડપથી તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે એમ જણાવી રહ્યા હતા. આ સાથે 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ ઇજાગ્રસ્ત પરેશભાઈ સોલંકીને દુખાવો થતાં સાંત્વના આપી બાવળા-બગોદરા હાઈવે ઉપર મીઠાપુર પાટિયા પાસે અકસ્માતમાં બગોદરા CHCથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવતા 108 એમ્બ્યુલન્સના કર્મચારી કલ્પેશભાઈ જાનીએ સિટિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ત્યારે અમે અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીને લઈને આવી રહ્યા હતા ત્યારે તેમનું નામ પૂછતાં તેમણે પરેશભાઈ સોલંકી કહ્યું હતું. પરેશભાઈને જમણા પગે ફ્રેક્ચર થયું હતું અને માથામાં વાગ્યું હતું. અસહ્ય દુખાવો થતાં હોવાની ખૂબ જ ફરિયાદ કરતા હતા. તેઓ પોતાના મોઢામાંથી બૂમો પાડતા હતા અને તેમને જલદી સારવાર મળે એમ કહેતા હતા. તેમને વધારે દુખાવો થતો હતો, જેથી સાંત્વના આપવી જરૂરી હતી. આ સાથે ધોળકા લોકેશનના 108 એમ્બ્યુલન્સના કર્મચારી કેસુર આહીરે સિટિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને કોલ મળ્યો હતો કે મીઠાપુર ગામના પાટિયા પાસે ટ્રક અને ફોર-વ્હીલ વચ્ચે ગંભીર અકસ્માત થયો છે, જેથી અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. જ્યારે ત્યાં પહોંચ્યા અને જોયું ત્યારે ખૂબ જ મોટો ગંભીર અકસ્માત થયો હતો. તેમજ બગોદરા સીએચસીમાં ગંભીર દર્દીને અમે લઈને અસારવા સિવિલ જવા માટે નીકળ્યા હતા. જે દર્દી અમારા એમ્બ્યુલન્સમાં હતા તેમની ખૂબ જ ગંભીર હાલત હતી. દર્દીને પ્રાથમિક કૃત્રિમ અને ઇન્જેક્શન વગેરે આપી માત્ર 30 મિનિટમાં અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ગંભીર અકસ્માત થતાં અમારી પાંચથી છ જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે બગોદરા ખાતે લઈને આવી હતી.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર