બાવળા તાલુકાના બગોદરા ગામમાં આવેલ મંગલ મંદિર માનવસેવા પરિવાર માં પંડ પીડાએ રજળતા દુઃખી નિરાધાર માનવીઓની સેવા સાથે સારવાર થાય છે તેવામાં જે લોકોનું કોઈ નથી તે લોકોનું આ મંગલ મંદિર માનવસેવા પરિવાર છે અને રક્ષાબંધન છે તો આ માનવીઓનો કે જે માનસિક પીડા થી પીડાય છે, નિરાધાર,બિન વારસી માનવીઓનો કોઈ પરિવાર નથી અને આ માનવીઓને આ રક્ષાબંધનના શુભ પર્વે રાહુલભાઈ જૈન અને તેમના પત્ની પાયલબેન તથા તેમના પુત્રી માહીબેન તથા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ એમ લાઠીયા તથા ઉપપ્રમુખ ભૂમિકાબેન વિરપરા તથા બ્રહ્માકુમારી કાસીન્દ્રાના બહેનો સવિતાબેન તથા મીનાબેન દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે માહીબેનના જન્મ દિવસની ઉજવણી પણ મંગલ મંદિર માનવસેવા પરિવારના લોકો સાથે કેક કાપી અને તેઓને જમાડીને કરી હતી
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર