અમરેલી sog ટીમે દ્વારા ગત 14 જુલાઈ ના રોજ બગસરા શહેર પેટ્રોલીંગ દરમિયાન જીનપરા વિસ્તાર માંથી શંકાસ્પદ અનાજનો ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે વસીમભાઈ રજાકભાઈ કાળવાતર દ્વારા ફેરીયાઓ પાસેથી નીચા ભાવે અનાજ ખરીદી ઉંચા ભાવે વેચાણ કરી આ પ્રવૃતિને જ પોતાનો વ્યવસાય બનાવી લીધેલ હોવાનું સામે આવતા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહીયા સાહેબ દ્વારા આવા ઈસમો સામે તેમજ તેઓને જથ્થો આપનાર અને તેમની પાસેથી ખરીદનાર સામે કડક કાર્યવાહી કરી પોલીસ ફરીયાદ દાખલ
કરવા સૂચના આપતા બગસરા ઇન્ચાર્જ મામલતદાર બી.કે. પરમાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ ધાર -૧૯૫૫ ની કલમ-૩ અને ૭ મુજબ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઇ છે ત્યારે ઇન્ચાર્જ મામલતદાર બી.કે પરમાર સહિત ટીમ દ્વારા આવા ઈસમ સામે કડક કાર્યવાહી કરી ફેરીયાઓને જથ્થો આપી દેનાર રેશનકાર્ડ કાર્ડ ધારકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે
અશોક મણવર અમરેલી