દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યુ છે ત્યારે અમરેલી જિલ્લામાં બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જે.વી.કાકડીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતું 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના પુર્ણ થતા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને વિકાસના કામોની માહિતી આપી છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સારી સુખાકારી સુવિધાઓ મળે તેવા પ્રયાસો કરવા આવ્યા હતા આ તકે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી સહિત ભાજપના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા