બગસરા શહેરમાં ગત 31 મે ના રોજ બાયપાસ રોડ પર બાવળની ઝાડીમાં એક યુવાનની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી જતા આ નાગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બગસરા પોલીસ અને અમરેલી એલ.સી.બી. ટીમે તપાસ કર્યા બાદ આરોપીને ઝડપી પડ્યો હતો. જેમાં પોલીસ દ્વારા cc ટીવી કેમેરાની મદદથી આરોપી યુવક સાથે પોલીસની પૂછપરછ દરમિયાન સમગ્ર હકીકત બહાર આવતા પોલીસ પણ ચોડી ઉઠેલા આ અંગે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જણાવ્યું હતું કે મૃતક પ્રકાશ મૂળ છોટા ઉદેપુરના રહેવાસી હતા જે બગસરા બસ સ્ટેન્ડમાં અમરેલી જવા માટે બેઠા હતા. તે દરમિયાન રિક્ષા ચાલક મુકેશ ચોરાલા તેના સંપર્કમા આવતા મુકેશે જણાવ્યું હતું કે અમરેલી જવા માટે આઇ.ટી.આઇ.પાસેથી બસ મળી જશે તેમ કહી તેને રિક્ષામાં બેસાડી એક બાયપાસ રોડ પર બાવળની ઝાડીમાં લઈ ગયો ત્યાં પોતાને સંતોષવા માટે સૃષ્ટિ વિરૂધ્ધ કામ કરવા કહ્યું પરંતુ પ્રકાશે તે બાબતે ના પાડતા બંને વચ્ચે ઝપાઝપી થતા ત્યાં પડેલ પથ્થર વડે તેમની હત્યા કરી નાસી ગયો હતો. તેમજ આરોપી સીસી. ટીવીમાં કેદ થયો હતો જેથી તેની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ બગસરા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. આઇ.જે. ગીડા મેડમે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
અશોક મણવર અમરેલી