અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકણ સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ. આઇ.જે.ગીડા મેડમના માર્ગદર્શન અને સૂચના અન્વયે ટ્રાફિક જમાદાર જીતુભાઈ વાળા તથા પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં જુના બસ સ્ટેશન સહિત વિસ્તાર માથી પસાર થતા વાહન ચાલકોને રોકી તેમની પાસેથી લાઇસન્સ સહિત જરૂરી ડોકયુમેન્ટ તેમજ ત્રિપલ સવારી કરતા બાઇક ચાલકો સહિત આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક થાય તેવા વાહન ચાલકોને રોકીને દંડ ફટકાર્યો હોવાથી વાહન ચાલકમા ફફડાટ ફેલાયો હતો. ત્યારે આ કામગીરી કરતા શહેરના વેપારીઓએ પોલીસનો આભાર માન્યો હતો. આ સાથે રસ્તાઓ પર પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ કરી અનેક વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
અશોક મણવર અમરેલી