બંગાળી એસોસિએશન રાજકોટ દ્વારા બાલભવન ખાતે દુર્ગા પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં બંગાળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બંગાળી એસોસિએશન રાજકોટ દ્વારા દુર્ગા પૂજાનું 51 વર્ષથી આયોજન કરવામાં આવે છે. તેમજ દુર્ગા પૂજાની સાથે વિવિધ સ્પર્ધાઓ પણ કરવામાં આવે છે. જેમાં ગીત સંગીત પ્રતિયોગિયા, ડાંસ પ્રતિયોગિતા તેમજ સંગીત ખુરશી પ્રતિયોગિતા જેવી સ્પર્ધાઓ કરવામાં આવે છે. આ ઉપરાંત અહી યોજાતી શંખ ધ્વનિ પ્રતિયોગિતાનું લોકોમાં મુખ્ય આકર્ષણ બન્યું હતું.