દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશના નાગરિકોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવે છે અને જે લોકો સેવાકીય કાર્ય કરતા હોય તેમના કાર્યનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમજ બીજા લોકોને પ્રેરણા મળે તે માટે વડાપ્રધાન દ્વારા આવા કાર્ય કરતા લોકોને બિરદાવે છે ત્યારે 108 માં મન કી બાતના કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્ય માટે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ આરોગ્ય, શિક્ષણ, પુસ્તકાલય, તેમજ લોકોને મદદરૂપ થવા માટે ના કાર્યને બિરદાવ્યું હતું સાથે તેમનું પુસ્તક સેવાનું સરવૈયુ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે ડૉ. જગદિશ ત્રિવેદીએ પણ પોતાના પરિવાર સાથે નિહાળ્યો હતો. અને આ મન કી બાતના કાર્યક્રમમાં પોતાના સેવાકીય કાર્યનો ઉલ્લેખ કર્યો તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને વડાપ્રધાન દ્વારા મારા કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો જેનો મને ખુબ આનંદ છે અને મને આ કાર્ય કરવા માટે વધુ બળ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર મુકેશ ખખ્ખર