પાટડી તાલુકાના ખેરવા ગામની એક ઘટના સામે આવી છે. ખેરવા PHC સબ સેન્ટર બહાર બેઠેલા નિરાધાર વ્યક્તિ જયંતીભાઈ પુરબિયા પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. મધમાખીઓએ જયંતીભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. સબ સેન્ટરના CHO મયંકભાઈ એલ સાગઠીયા અને સંજયભાઈ પરમારે પોતાનો જીવ જોખમમાં મૂકીને જયંતીભાઈને તાત્કાલિક PHC સેન્ટર સુધી પહોંચાડયા હતા. આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરીને જયંતીભાઈની સારવાર શરૂ કરી હતી. તેમને બચાવવા માટે તમામ શકય પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, ગંભીર હાલતમાં પહોંચેલા જયંતીભાઈને બચાવી શકાયા નહોતા અને તેમનું મૃત્યુ થયું હતું. જયંતીભાઈ ખેરવા ગામના વતની હતા અને હાલમાં નિરાધાર અવસ્થામાં જીવન વિતાવી રહ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.