પંચમહાલ ગોધરા શહેરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં કુદરતી હાજત ની બાબતને લઈને થયેલા ઝઘડા બાદ બે જૂથો આમને સામને આવી જતાં પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે સદનસીબે પથ્થરમારામાં કોઈ જાન હાની થઈ નહોતી. તેમજ આ સમગ્ર ઘટના નારી સંરક્ષણ કેન્દ્ર અને બાળ સુરક્ષા ગૃહ પાસે જ બની હતી. આ ઉપરાંત પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઇસમો નારી કેન્દ્ર પાસે ગેરકાયદેસર રહેતા હોવાનું તેમજ અસમાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું, તેમજ ઘટનાને પગલે ગોધરા એ ડિવિઝન અને એલ સી બી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી કોમ્બિંગ કરી પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની અટકાયતની કાર્યવાહી હાથધરી હતી.