પંચમહાલ ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહનચોરી, સરકારી પ્રાથમિક શાળામાંથી એલ.ઇ.ડી.ટી.વી તથા રાત્રિના અંધકારમાં ઈલેક્ટ્રીક મોટરોની ચોરીઓ કરવાના તરખાટ મચાવતા આ કારનામાઓ વચ્ચે સતર્ક બનેલા ગોધરા એ- ડિવિઝનના પી.આઇ. એ.આર.પલાસે સર્વેલન્સ સ્ટાફની ટીમોની મદદથી હ્યુમન સોર્સિંગ અને સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલની મદદ લઈને ગોધરા તાલુકાના ગોવિંદી ગામના બે યુવકો સંદીપ બાબુભાઈ ગુજોર અને વિજય નગાભાઈ ખોરીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને સાત ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા હાંસલ કરી હતી.ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ચોરીઓના વધતા જતા બનાવોથી સતર્ક બનેલા ગોધરા એ-ડિવિઝનના પી.આઇ. એ.આર.પલાસે પોતાના તાબા હેઠળના સર્વેલન્સ ટીમને મેદાનમાં ઉતારી હતી. એમાં સર્વેલન્સ ટીમના પી.એસ.આઇ. એ.એન.ડામોરને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોવિંદી ગામના બે યુવકો પ્રા.શાળામાંથી ચોરી કરવામાં આવેલ એલ.ઈ.ડી.ટી.વી ગોધરા ખાતે વેચવા આવ્યા હોવાની માહિતીના આધારે પોલીસ તંત્રની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં ગોવિંદી ગામના બે યુવકો સંદીપ બાબુભાઈ ગુજોર અને વિજય નાયકભાઈ ખોરીને ચોરીના ટીવી સાથે ઝડપાઈ જતા મોટર બાઈક અને ઈલેક્ટ્રીક મોટરોની ચોરીઓના ગુનાઓના ભેદો પણ મુદ્દામાલ સાથે ઉકેલાઈ ગયા હતા.
સંજય ગોહિલ પંચમહાલ